જૂનાગઢમાં ૯ જુલાઈએ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન.

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર ઇચ્છુક યુવાઓ માટે ૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, બી-વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે.

આ ભરતીમેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય ઉદ્યોગો દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં PayTm (વન૯૭ કમ્યુનિકેશન લી.) અમદાવાદ, યુવા શક્તિ ફાઉંડેશન – સિનોવા ગીયર્સ એન્ડ ટ્રાંસમિશન પ્રા.લી., રાજકોટ, અને એસ.બી.આઈ. લાઈફ ઇન્શ્યોરન્સ જૂનાગઢ બ્રાન્ચ જેવી સંસ્થાઓ ભાગ લેશે.

જગ્યાઓમાં સેલ્સ ઓફિસર, મશીન ઓપરેટર, અને લાઈફ મીત્ર માટે ભરતી થશે. જે માટે S.S.C. થી લઈને સ્નાતક, ITI કે ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તકો ઉપલબ્ધ રહેશે.

ભાષાવાંચ્છુઓને પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને ઓળખદસ્તાવેજો સાથે સવારે સમયસર સ્થળ પર હાજર રહેવું રહેશે.

આ ભરતીમેળામાં https://anubandham.gujarat.gov.in પોર્ટલ દ્વારા પણ ઉમેદવારો નોંધણી કરી શકશે.

વધુ માહિતી માટે ઉમેદવારો ટેલિફોન નંબર 0285-2620139 પર સંપર્ક કરી શકે છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ