જૂનાગઢ જિલ્લામાં પોલીસ વિભાગ માટે આજે ખાસ દિવસ રહ્યો હતો, જ્યારે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સાહેબના અધ્યક્ષસ્થાને બઢતી મેળવનાર પોલીસ કર્મચારીઓની પાઇપીંગ સેરેમની આયોજન કરવામાં આવી. જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા કુલ 24 પોલીસ હેડ કોન્સ્ટેબલને તેમના પ્રશંસાપાત્ર અને નિયમિત કામગીરીના મૂલ્યાંકનના આધારે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે બઢતી આપવામાં આવી.
આ બઢતી મેળવનારામાં 18 અનઆર્મ્ડ અને 6 આર્મ્ડ હેડ કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે. સેરેમની દરમિયાન નવા પદ માટેના ચિન્હ ધારણ કરાવતાં ઉત્સાહભેર તાળીઓ સાથે તેમના નવી જવાબદારીઓ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.
જિલ્લા પોલીસ વડાએ તમામ બઢતી મેળવનારાઓને અભિનંદન પાઠવી તેવા કૃત્ય કરવાં અનુરોધ કર્યો કે જે પોલીસ અને જનતાના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારના પદો પર બઢતી એ માત્ર સન્માન નથી, પરંતુ લોકો માટે વધુ જવાબદારી સાથે કામ કરવાની તક છે.
અંતે તમામ કર્મચારીઓએ નવો ઉત્સાહ લઈ ફરજ નિભાવવાનો સંકલ્પ લીધો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ