જૂનાગઢવાસીઓ હવે સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લઈ શકશે, ફીડબેક માટે તક!

જૂનાગઢ, 3 જૂન:
જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રીમ સ્થાન અપાવવાના હેતુથી નાગરિકોના કિંમતી ફીડબેક મંગાવવામાં આવી રહ્યા છે.

તમે પણ આપી શકો છો ફીડબેક:
જૂનાગઢ નગરવાસીઓ https://sbmurban.org/feedback વેબસાઈટ પર જઈને મોબાઈલ નંબર દાખલ કરી વન-ટાઈમ પાસવર્ડ (OTP) મેળવવા પડશે.
પછી ગુજરાતી ભાષા પસંદ કરી, રાજ્ય, જિલ્લો કે શહેર પસંદ કરીને પ્રશ્નોતરી ભરવી રહેશે.

શું થશે ફાયદા?

  • જૂનાગઢવાસીઓના પ્રતિસાદ દ્વારા શહેરના સ્વચ્છતા પ્રોજેક્ટમાં સુધારો થશે.
  • “ગ્રીન અને ક્લીન જૂનાગઢ” મુવમેન્ટને પ્રોત્સાહન મળશે.
  • સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ શહેરને શ્રેષ્ઠ રેન્કિંગ મેળવવામાં સહાય મળશે.

મ્યુનિસિપલ તંત્રની અપીલ:
નાયબ મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે જૂનાગઢ શહેરના તમામ નાગરિકોએ આ અભિયાનમાં સક્રિય ભાગ લઇ પોતાનું મૂલ્યવાન ફીડબેક જરૂર આપવું જોઈએ.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ