જૂનાગઢ આર.ટી.ઓ. દ્વારા ટૂ વ્હીલર માટે GJ11-DA નમ્બર સિરીઝ માટે ઈ-ઓકશન, પસંદગીના નંબર મેળવવાની તક

જૂનાગઢ, તા. ૬ મે ૨૦૨૫:
જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા ટૂ-વ્હીલર વાહન માટે નવી નોન-ટ્રાન્સપોર્ટ નંબર સિરીઝ GJ11-DA જાહેર કરવામાં આવી છે. આ નવી સિરીઝ માટે પસંદગીના નંબર મેળવવા ઈ-ઓકશનની વ્યવસ્થા કરાઈ છે.

📌 ઈ-ઓકશન નોંધણી સમયગાળા:

  • શરૂઆત: ૧૩-૦૫-૨૦૨૫ – સાંજે ૪ વાગ્યાથી
  • અંત: ૧૫-૦૫-૨૦૨૫ – સાંજે ૪ વાગ્યા સુધી

📌 ઈ-ઓકશન સમયગાળો:

  • શરૂ: ૧૫-૦૫-૨૦૨૫ – સાંજે ૪ વાગ્યે
  • પૂર્ણ: ૧૭-૦૫-૨૦૨૫ – સાંજે ૪ વાગ્યે

🔸 ગોલ્ડન નંબર માટે ફી: ₹8000
(૧, ૫, ૯૯૯, ૧૧૧૧, ૨૨૨૨, ૯૦૦૦, ૯૯૯૯ વગેરે)

🔸 સિલ્વર નંબર માટે ફી: ₹3500
(૨, ૪, ૧૦૦, ૨૦૦૦, ૪૪૪, ૮૮૮, ૮૦૦૦, વગેરે)

🔸 અન્ય નંબરો માટે ફી: ₹2000

📍 ઈ-ઓકશન માટે રજીસ્ટ્રેશન કરવા:
🔗 https://fancy.parivahan.gov.in

અરજદારે તેમના વાહનનો રજીસ્ટ્રેશન ઇનવૉઇસ અથવા વિમાની તારીખથી ૭ દિવસની અંદર અરજી કરવી જરૂરી છે. આ અરજી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. જો આ સમયગાળામાં પસંદગીનો નંબર ફાળવાઈ ન શકે તો રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવાશે.

🧾 નક્કી કરેલ પેમેન્ટ સમયમર્યાદા – ૫ દિવસની અંદર ભરપાઈ ફરજિયાત. નભાય તો રૂપિયા જપ્ત કરવામાં આવશે અને નંબર ફરી હરાજી હેઠળ આવશે.

💳 ચુકવણી મોડ:
RBI નિયમ મુજબ Net Banking, Credit/Debit Card
📤 રિફંડ પણ તે જ મોડ દ્વારા SBI-EPay મારફતે આપવામાં આવશે.

અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ