જૂનાગઢ આપણી ઓળખ એ આપણા સમાજ, સંસ્કૃતિ અને આપણા વારસા પ્રમાણે થતી હોય છે. જેનું આપણે ગૌરવ અનુભવતાં હોઈએ છીએ. આ ગૌરવને સાચવી રાખવા અને તેને પ્રોત્સાહિત કરવા તેમજ તેને અનુરૂપ ચીજ-વસ્તુઓનું સંરક્ષણ કરવા માટે સંગ્રહાલય પણ બને છે. અલગ-અલગ થીમ ઉપર આધારીત દેશ-દુનિયામાં અનેક સંગ્રહાલયો આવેલા છે.
આ સંગ્રહાલયો સુધી લોકો પહોંચે અને તેને નજીક થી જાણી શકે તે હેતુથી દર વર્ષે 18 મે ના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝીયમ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.
આથી જૂનાગઢ શહેરમાં ઉપરકોટ કિલ્લો, મકબરા, સરદાર પટેલ ગેટ ગેલેરી, એન્ટિક કોઈન મ્યુઝીયમ વગેરેનું સંચાલન કરતી સવાણી હેરીટેજ કંઝર્વેશન પ્રા. લી. દ્વારા આ દિવસ ને ખાસ બનાવવા માટે અલગ અલગ ધરોહરો પર ખાસ આયોજન કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ અને ગુજરાત પ્રવાસન વિભાગનાં સહયોગથી ઉપરકોટ કિલ્લા ખાતે જાહેર જનતા પોતાનાં વિચારો લખીને શેર કરી શકે તેનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ મહાનગરપાલિકા અને ઈકો મુદ્રા કોઈન સોસાયટીના , જૂનાગઢના સહયોગથી એન્ટિક કોઈન મ્યુઝીયમ ખાતે ખાસ પ્રકારનાં માટીનાં ટોકન (સિક્કાઓ)નું પ્રદર્શન તારીખ 18/19 મે ના રોજ કરવામાં આવશે.
તદ્દઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ ના કલાકારોના સહયોગ થી 18મી મે ના રોજ સરદાર ગેટ ગેલેરી ખાતે એક પેઇન્ટિંગ કોમ્પિટિશન નું આયોજન પણ કરવામાં આવેલ છે. જેની વધારે માહિતી અને રજીસ્ટ્રેશન +91 87350 47350 પરથી કરી શકાશે.
આ સાથે સાથે સરદાર ગેટ ગેલેરી અને એન્ટિક કોઈન મ્યુઝીયમ ની તારીખ 18 અને 19 મે ના રોજ 1 ટિકિટ ખરીદનારને 1 ટિકિટ ફ્રી આપવામાં આવશે.
ઉપરકોટ – ઇન્ટરનેશનલ મ્યુઝીયમ દિવસ – મેસેજ બોર્ડ – તારીખ 18મી મે 2024 • એન્ટિક કોઈન મ્યુઝીયમ – મજેવડી ગેટ – માટીનાં ટોકન (સિક્કાઓ)નું પ્રદર્શન – તારીખ 18 અને 19 મે 2024 • સરદાર ગેટ ગેલેરી – પેઈટિંગ કોમ્પિટિશન – તારીખ 18મી મે 2024 – સમય સાંજે 03:00 વાગ્યે – રજીસ્ટ્રેશન ફ્રી અને ફરજીયાત – સંપર્ક: +91 87350 47350 – સંપર્ક સમય: સવારનાં 08:30 થી સાંજના 07:00 સુધી – રજીસ્ટ્રેશન 18મી મેં ના સવારે 10 વાગ્યા સુધી જ કરી શકાશે. • 1 ટિકિટ ઉપર 1 ટિકિટ ફ્રી – સરદાર ગેટ ગેલેરી – એન્ટિક કોઈન મ્યુઝીયમ – ફક્ત તારીખ 18 અને 19 મે 2024ના રોજ બુકીંગ થશે..
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)