જૂનાગઢ-ઈવનગર-મેંદરડા રોડ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ.

જૂનાગઢઃ

જૂનાગઢ- ઈવનગર- મેંદરડા રોડ પર રીસરફેસીંગ ની કામગીરીના કારણે ભારે વાહનો માટે ઉપરોક્ત રસ્તાનો ઉપયોગ ન કરવા માટે જાહેરનામુ પ્રસીદ્ધ કરાયું છે. આ કામગીરી સમય મર્યાદામાં પુર્ણ થઇ શકે તથા આ કામગીરી દરમિયાન લોકોની સલામતી અને સુરક્ષા જળવાઇ રહે અને આ રસ્તાને નવેસરથી રીસરફેસીંગની કામગીરી કરી વધુ કાર્યક્ષમ બનાવી શકાય તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જૂનાગઢ જિલ્લા એ જૂનાગઢ- ઇવનગર- મેંદરડા રોડ ઉપરથી પસાર થતા ભારે વાહનોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 

જૂનાગઢ-ઈવનગર-મેંદરડા રોડ પરથી પસાર થતા ભારે વાહનોની અવરજવર માટે વૈકલ્પિત રૂટનો ઉપયોગ કરી શકાશે.

જેમા ઇવનગર ગામ માટે જૂનાગઢ -વાડલા- ઇવનગર રોડ, ઘુડવદર ગામ માટે જૂનાગઢ-પાદરીયા- વિજાપુર- ઘુડવદર રોડ, સોનારડી ગામ માટે જૂનાગઢ- વાડલા- લુશાળા-ઘણફુલિયા-સોનારડી રોડ, નવાગામ માટે મેંદરડા- દાત્રાણા-ખીમપાદર-નવાગામ રોડ, ખડપીપળી ગામ માટે મેંદરડા- દાત્રાણા-ખીમપાદર-ખડપીપાળી રોડ, આલીધ્રા ગામ માટે મેંદરડા-મામલતદાર કચેરી- આલીધ્રા રોડ, રાયપુર ગામ માટે જૂનાગઢ-પાદરીયા-વિજાપુર- ઘુડવદર-રાયપુર રોડ, સુખપુર ગામ માટે જૂનાગઢ-ડુંગરપુર- ખડીયા-નાગલપુર-સુખપુર રોડ, ગાંઠીલા માટે જૂનાગઢ -વાડલા- લુવાસર- ઘણફૂલિયા- ગાંઠિલાં રોડ નો ઉપયોગ કરી શકાશે.

આ હુકમ એમબ્યુલન્સ /મેડીકલ ઈમરજન્સી/ દર્દીને લઈ જતા તાકીદના વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામું તાત્કાલીક અસર થી તા. ૭/૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)