જૂનાગઢ -ઈવનગર – મેંદરડા રોડ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

રીસર્ફેસિંગની કામગીરી માટે અને લોકોની સુરક્ષા સલામતી ધ્યાને રાખી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો : વૈકલ્પિક રૂટ જાહેર કરાયા

જૂનાગઢ -ઈવનગર – મેંદરડા રોડની રીસર્ફેસિંગની કામગીરી ચાલતી હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને ઉક્ત રોડ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની સાથે વાહન ચાલકો માટે વૈકલ્પિક રુટ પણ જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢ -ઈવનગર – મેંદરડા રોડના રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે તથા કામગીરી દરમિયાન લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે ઉપરાંત રસ્તાને નવેસરથી રીસર્ફેસિંગની કામગીરી કરી વધુ કાર્યક્રમ બનાવી શકાય તે હેતુસર આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.૦૨-૦૧-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામા દ્વારા જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)