જૂનાગઢ એસ.ઓ.જી. દ્વારા PIT NDPS એક્ટ-૧૯૮૮ હેઠળ બે ઈસમોની અટકાયત – વડોદરા અને સુરત મધ્યસ્થ જેલમાં હવાલે.

જૂનાગઢ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને વહનને લઈને કડક કાર્યવાહીની નીતિ અંતર્ગત, જૂનાગઢ એસ.ઓ.જી.એ PIT NDPS એક્ટ-૧૯૮૮ (The Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988) હેઠળ બે આરોપીઓને અટકાયત કરી, જુદા જુદા મધ્યસ્થ જેલમાં હવાલે કર્યા છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર આર.બી. ગઢવી અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ ટીમે લાંબી તપાસ બાદ પુરતા પુરાવા સાથે આરોપીઓ –

  1. જાબીર ઈબ્રાહીમભાઈ કુરેશી (રહે. પેરેડાઈઝ સોસાયટી, શાપુર રોડ, માંગરોળ)

  2. જબ્બારમીંયા ઉર્ફે મુજહિદ ઉર્ફે દદુ ઈકબાલીયા સૈયદ (રહે. લુહારવાડા, યુસુફ ફળીયા, માંગરોળ)

વિરુદ્ધ કાયદેસરની PIT NDPS દરખાસ્ત તૈયાર કરી હતી. બંને આરોપીઓના ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થો તથા મન:પ્રભાવક દ્રવ્યોના વેચાણ અને હેરાફેરીના પુરાવા મળ્યા બાદ સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગર તરફ દરખાસ્ત મોકલવામાં આવી હતી. દરખાસ્ત મંજૂર થતા આજરોજ તા.૩૧/૦૮/૨૦૨૫ના રોજ બંનેની અટકાયત કરવામાં આવી.

અટકાયત બાદની કાર્યવાહી :

  • આરોપી નં.૧ જાબીર કુરેશીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે

  • આરોપી નં.૨ જબ્બારમીંયા સૈયદને સુરત મધ્યસ્થ જેલ ખાતે

ડીટેઈન કરવામાં આવ્યા છે.

આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલ ગુનો :
માંગરોળ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૩૮૨૩૦૫૩૯
NDPS એક્ટ કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબ ગુનો દાખલ

ઉત્તમ કામગીરી કરનાર ટીમ :
એસ.ઓ.જી.ના પો.ઈન્સ. આર.બી. ગઢવી, ઈન્ચાર્જ પો.ઈન્સ. જે.જે. પટેલ, એ.એસ.આઈ. જીતેન્દ્રસિંહ ચૌહાણ, રમેશભાઈ માલમ, ઈરફાનભાઈ રૂમી, પો.હેડ કોન્સ. પ્રતાપભાઈ શેખવા, અનિરૂદ્ધભાઈ વાંક, બાલુભાઈ બાલસ, મેણસીભાઈ અખેડ, પરેશભાઈ ચાવડા, રવિભાઈ ખેર, રાજુભાઈ ભેડા, પો.કોન્સ. રોહીતભાઈ ધાધલ, વિશાલભાઈ ઓડેદરા, વિશાલભાઈ ડાંગર વગેરે સ્ટાફે સરાહનીય કામગીરી બજાવી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ