આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ એ. ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુમ થયેલા અને ચોરી ગયેલા મોબાઇલ ફોન, બે-પિયાનો તથા ચાર-પિયાનો મળી કુલ **₹૮,૯૨,૧૪૦/- (આઠ લાખ બાણું હજાર એકસો ચાલીસ)**ના મુદામાલ ફરીયાદી તેમજ અરજદારોને પરત અપાયો હતો.
આ કાર્યક્રમ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ તથા એ. ડિવી. પોલીસ સ્ટેશનના પો. ઇન્સ્પેકટર શ્રી આર.કે. પરમારની સૂચનાઓ અનુસાર યોજાયો હતો.
🔹 પરત અપાયેલ મુદામાલની વિગતો:
મોબાઇલ ફોન નંગ ૧૪ : કીમત રૂ. ૩,૪૨,૧૪૦/- (CEIR પોર્ટલ તથા ટેકનિકલ સોર્સ દ્વારા ટ્રેસ કરેલા)
મોટરસાયકલ નંગ ૦૧ (ચોરી થયેલ) : કીમત રૂ. ૫,૦૦,૦૦૦/-
અરજી આધારિત મોટરસાયકલ નંગ ૦૨ : કીમત રૂ. ૨,૦૦,૦૦૦/-
ફોર વ્હીલ કાર નંગ ૦૧ : કીમત રૂ. ૩,૦૦,૦૦૦/-
👉 આમ કુલ મુદામાલ : ₹૮,૯૨,૧૪૦/-
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, મોબાઇલ ફોન ગુમ થયાની અરજીઓ મળી આવતા CEIR પોર્ટલ અને ટેકનિકલ સોર્સની મદદથી ટ્રેસ કરીને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, જુનાગઢ એ. ડિવીઝન પોલીસ સ્ટેશનના ગુનાહિત કેસમાં રીકવર કરાયેલ મોટરસાયકલ, તેમજ લોન એજન્ટ પાસે રહેલ મોટરસાયકલ અને કાર ફરીયાદીઓને પરત અપાઈ હતી.
🔹 સારી કામગીરી બદલ પ્રશંસા પામેલા અધિકારીઓ/કર્મચારીઓ:
પો. ઇન્સ્પેકટર : આર.કે. પરમાર
પો. હેડ કોન્સ્ટેબલ : તેજલબેન સિંધવ
એ. ડિવીઝન પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબ, પો. ઇન્સ્પેકટર આર.કે. પરમાર, તથા પો. હેડ કોન્સ. તેજલબેન સિંધવના હસ્તે મુદામાલ ફરીયાદીઓને પરત અપાયો હતો.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ