જૂનાગઢ શહેરમાં થતી મિલકત વિરુદ્ધની ચોરી, લૂંટ તથા ચલીઝડપ જેવી ઘટનાઓ ઉપર પોલીસ તંત્ર દ્વારા સતત કડક નજર રાખવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાના સૂચન અને માર્ગદર્શન હેઠળ મો.સા. ચોરી જેવા ગુનાઓને ઝડપી ને ઉકેલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજા બનાવમાં જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુનાગઢ કોર્ટના પાર્કિંગમાંથી સોફિયા બેન ફિરોઝભાઈ ઈસુભાઈ નામના નાગરિકની Access મો.સા. (એન્જીન નં. AF216841305, ચેસીસ નં. MB8DP12DKM8925849) કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી લઈ ગયાની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ચોરી ગયેલી મો.સા.ની કિંમત અંદાજે ₹૫૦,૦૦૦/- હોવાનું જણાવાયું હતું. જે અંગે BNS કલમ 303(2) હેઠળ ગુ.ર.નં. 11203023250774/2025 નોંધાયો હતો.
અનડિટેક્ટ રહેલા આ ગુનાને ઝડપી ઉકેલવા નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમાર અને ગુના નિવારણ શાખાની ટીમે કામગીરી ત્વરિત શરૂ કરી હતી. પો.કોન્સ. કલ્પેશભાઈ ચાવડા દ્વારા મળેલી બાતમી અને માનવ સૂત્રોના આધારે તપાસ કરાઈ, જેમાં ભાટીયા ધર્મશાળાના આસપાસ એક શંકાસ્પદ ઈસમ ચોરી ગયેલી મો.સા. સાથે ફરતો હોવાનું જાણવા મળ્યું.
જાહેરમાં તપાસ દરમ્યાન આરોપી સાહિલ ઉર્ફે ટીકડે અકબરભાઇ શેખ (રહે. સુની બોરવાડ, ભાટીયા ધર્મશાળા પાસે) ની અટક કરી તપાસ કરતા ચોરી થયેલી Access મો.સા. સાથે ઝડપાઈ ગયો. આ રીતે જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ચોરી ગયેલી મો.સા. કબ્જે કરીને ગુનાનું સફળતાપૂર્વક ઉકેલ કરવામાં આવ્યું.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ:
એક Access મો.સા.
એન્જીન નં.: AF216841305
ચેસીસ નં.: MB8DP12DKM8925849
અંદાજીત કિંમત: ₹૫૦,૦૦૦/-
સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
પો.ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર
એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા
પો.હેડ.કોન્સ. ટી.બી. સિંધવ
પો.કોન્સ. કલ્પેશભાઈ ચાવડા
પો.કોન્સ. પંકજભાઈ સાગઠીયા
જીગ્નેશભાઈ શુકલ
વિક્રમભાઈ છેલાણા
નીતીનભાઈ હીરાણી
અજયસિંહ ચુડાસમા
જયેશભાઈ કરમટા
નરેન્દ્રભાઈ બાલસ
જુવાનભાઈ લાખણોત્રા
આ સમગ્ર કામગીરીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે અને આરોપીની ઝડપી ધરપકડ તથા મુદામાલ કબ્જે થવાથી પોલીસની ચોકસાઈ વધુ એકવાર સાબિત થઈ છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ