જૂનાગઢ એ.ડીવી. પોલીસે 14 મોબાઇલ અને ઘરફોડ ચોરીનો 4 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી પીડિતોને પરત આપ્યો.

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢમાં એ.ડીવી. પોલીસ સ્ટેશનની ટીમે ગુમ અને ચોરી ગયેલ મુદ્દામાલ પીડિતોને પરત આપવાનો મહત્વપૂર્ણ ઉપક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ અને જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.ડીવી. પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.કે. પરમારના સુચનાથી અને સ્ટાફની કામગીરીથી વિવિધ વિસ્તારોમાં ગુમ/ચોરી થયેલ મોબાઇલ અને અન્ય મુદામાલની તપાસ કરવામાં આવી.

કબ્જા કરેલ મુદ્દામાલ

  • મોબાઇલ ફોન – 14 નં, કુલ કિંમત રૂ. 1,95,159/-

  • ચોરી/ઘરફોડના મુદ્દામાલ – ઘરફોડમાં ગયા સોના-ચાંદીના દાગીના, રોકડ, સેન્ટીંગ સામાન, રીક્ષા અને અન્ય ચોરી થયેલ વસ્તુઓ – કુલ રૂ. 2,05,500/-

  • કુલ મુદામાલ – રૂ. 4,00,659/-

પોલીસે તમામ મુદામાલ ટેકનિકલ સોર્સ અને CER પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને પરત આપી આપ્યો છે. હજુ પણ અન્ય મોબાઇલની રીકવરી કામગીરી ચાલુ છે.

નોંધપાત્ર રિકવરી

  1. સોનાં-ચાંદીના દાગીના – રૂ. 20,000/-

  2. રીક્ષા – રૂ. 60,000/-

  3. સેન્ટીંગ સામાન – રૂ. 10,000/-

  4. હેન્ડીક્રાફ્ટ દુકાનનું રોકડ – રૂ. 60,000/-

  5. મોબાઇલ ફોન – 3 નં, રૂ. 55,000/-

કામગીરી કરનાર સ્ટાફ

  • પો.ઇન્સ. આર.કે. પરમાર

  • પો.કોન્સ. કલ્પેશભાઈ ગેલાભાઈ ચાવડા

  • જુવાનભાઈ લાખણોત્રા

  • જુનાગઢ એ.ડીવી. પોલીસ સ્ટાફ

આ સફળ કામગીરીથી એ.ડીવી. પોલીસના પ્રતિષ્ઠા અને પ્રજાના હિત માટેના કાર્યને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.

📍 અહેવાલ – નરેન્દ્ર દવે, જગદીશ યાદવ, જૂનાગઢ