જૂનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ફાગળી ગામની શાળા આંગણવાડી અને મધ્યાહન ભોજન સહિતની વિગતો મેળવી.

જૂનાગઢ

જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ તાલુકાનાં ફાગળી ગામે મુલાકાત લીધી હતી.તેઓશ્રીએ ફાગળી પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને મધ્યાહન ભોજન કેન્દ્ર પર ઓચિંતી મુલાકાત લીધી હતી. કલેકટરશ્રી રાણાવસિયાએ શાળાનાં પ્રત્યેક વર્ગ ખંડ, શાળા પરિસર, શાળાનાં મધ્યાહનભોજન કક્ષ, શાળાની માળખાગત સવલતોની ઝીણવટભરી તપાસ કરી હતી. કલેકટરશ્રીએ શાળાનાં બાળકો સાથે સંવાદ કરી તેમને આપવામાં આવતા શિક્ષણ અને મધ્યાહન ભોજનની ગુણવત્તા વિશે વિગતો મેળવી હતી.

કલેકટરશ્રીએ શાળાનાં શિક્ષકો પાસેથી શાળાની વ્યવસ્થા, શિક્ષણની પધ્ધતિ, ડ્રોપ આઉટ રેશિયો, શાળામાં આધુનિક શિક્ષણ માટે કોમ્પ્યુટર સહિતનાં ઉપકરણોની ઉપયોગિતા સહિતની વિગતો મેળવી હતી.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)