જૂનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં હિટવેવ સંદર્ભ બેઠક — બપોરે શ્રમિકો કામ ન કરે તે માટે ખાસ સૂચનાઓ!

જૂનાગઢ, તા. ૮ એપ્રિલ, ૨૦૨૫:
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉકળાટભરી ગરમી અનુભવાઈ રહી છે. હિટવેવની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે હિટવેવ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

📋 મહત્વના નિર્ણયો અને સૂચનાઓ:

  • બપોરના ૧ થી ૪ વાગ્યા દરમિયાન શ્રમિકો સાઈટ પર કામ ન કરે તે માટે સંબંધિત વિભાગોને કડક અમલ માટે નિર્દેશ અપાયા.
  • જનસેવા કેન્દ્રો હવે સવારે ૯:૩૦ વાગ્યાથી શરૂ થશે, જેથી અરજદારો બપોરની તીવ્ર ગરમીથી બચી શકે.
  • જનસેવા કેન્દ્રોમાં પાણી, પંખા, બેઠક વ્યવસ્થા જેવી બેઝિક સુવિધાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરાવા તાકીદ.

🏥 આરોગ્ય અને સુરક્ષા વિષયક માર્ગદર્શન:

  • શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવા સૂચના.
  • બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળોએ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરાવાનું કહેવામાં આવ્યું.
  • આરોગ્ય કેન્દ્રો ખાતે ORS કોર્નર ઊભું કરવાનો નિર્દેશ.

🔌 વીજ પુરવઠો અને આગની ઘટનાઓ સામે તકેદારી:

  • બપોરના સમયમાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે, તેની દેખરેખ માટે વીજ વિભાગને સૂચના.
  • ભરચક વિસ્તારોમાં આગ લાગવાની શક્યતા નિવારવા જરૂરી સુરક્ષાત્મક પગલાં લેવાની તાકીદ.

👥 હાજરી:
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેક્ટર એન.એફ. ચૌધરી, તેમજ અન્ય વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


✍️ અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ