જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનો નેશનલ હાઈવેના ૬ પુલો પર તપાસી દૌરો મજબૂતાઈ રિપોર્ટ માટે તાત્કાલિક સૂચના, જરૂર જણાશે તો વૈકલ્પિક માર્ગનું આયોજન.

જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આજે નેશનલ હાઈવે પરથી પસાર થતાં જૂનાગઢ વિસ્તારમાં આવેલા ૬ પુલોની સ્થળ મુલાકાત લીધી હતી. સવારે માંગરોળ નજીક પુલની નિહાળણી બાદ સાંજે વંથલીના વાડલા ફાટકથી સરગવાડા સુધીના પૂલોના જોડાયેલી ઇન્સ્પેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ નિરીક્ષણ દરમ્યાન કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધિકારીઓને તાત્કાલિક પુલોની સ્ટ્રેંથ – મજબૂતાઈ અંગે ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે રિપોર્ટના આધારે જો ક્યાંક મરામતની જરૂરિયાત જણાશે તો તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

સ્થળ પર NHAIના ઇજનેર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એસ.ડી.એમ. અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

કલેક્ટરશ્રીએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સુચનાથી સમગ્ર રાજ્યમાં પુલોની સલામતી માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં પણ આ પ્રક્રિયાને યુદ્ધના ધોરણે અમલમાં લાવવામાં આવી રહી છે.

આ પ્રયાસો પાછળ મુખ્ય ઉદ્દેશ લોકોની સલામતી સુનિશ્ચિત કરવો છે અને ત્વરિત પગલાં લઈને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે દિશામાં વહીવટતંત્ર દ્વારા સચોટ કામગીરી હાથ ધરાઈ રહી છે.


📌 અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ