જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, 36 ફરિયાદોની થયું સાંભળણી અને નિકાલ માટે તાત્કાલિક સૂચનાઓ.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન કુલ 36 વિવિધ પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરાયા હતા. કલેક્ટરશ્રીએ દરેક અરજદારને વ્યક્તિગત રીતે સાંભળી, સંબંધિત પ્રશ્નોના વહેલામાં વહેલા નિકાલ માટે તંત્રને ચોક્કસ કામગીરી કરવા સૂચના આપી.

ઉલ્લેખનીય છે કે, અહીં દાખલ થયેલા મુખ્ય પ્રશ્નોમાં આ મુદ્દાઓ સમાવિષ્ટ રહ્યા:

  • સરકારી જમીન ઉપર થયેલા દબાણને દૂર કરવાના પ્રશ્નો

  • દુધાળા થી બલિયાવાડ જતા જાહેર રસ્તાને ખુલ્લો કરવા અંગેની માંગ

  • દસ્તાવેજોમાં શરત ભંગ સંબંધિત રજૂઆતો

  • નમો લક્ષ્મી યોજનાની સહાય ઝડપથી શરૂ કરાવવા અંગે

  • ગામતળ તથા ગૌચર જમીન ઉપર દબાણ બાબતે ફરિયાદ

  • રિસર્વે પ્રમોલગેશન બાદ ભૂમિના ક્ષેત્રફળમાં થયેલા ફેરફાર

  • કેશલેસ હેલ્થ બેનિફિટ્સ સર્ટિફિકેટ મેળવવા સંબંધિત અરજીઓ

કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

જિલ્લા સ્વાગત કાર્યક્રમના માધ્યમથી અધિકારીઓએ પોઝિટિવ રિસ્પોન્સ સાથે લોકશાહી માળખામાં લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ