જૂનાગઢ, 2025 –
જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ એન્ડ સર્ટિફિકેશન કમીટી (MCMC) ના મીડિયામોનિટરિંગ સેન્ટરની મુલાકાત ભારતીય ચૂંટણી પંચના સચિવ શ્રી સંજીવકુમાર પ્રસાદે લીધી.
આ અવસરે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ તેમને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા પેઈડ ન્યૂઝ અને જાહેરખબર ઉપર નિયંત્રણ અને દેખરેખ અંગે વિસ્તૃત માહિતી આપી. સચિવએ સેન્ટરના કામગીરી ધોરણોનું નિરીક્ષણ કર્યું અને ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સતત કાર્યરત રહેવા સૂચનાઓ આપ્યા.
માર્ગદર્શનકાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે.જાડેજા, તેમજ એમસીએમસી સેન્ટરના સભ્યસચિવ એસ.જે.બળેવીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
ઉલ્લેખનીય છે કે, આ મીડિયા મોનિટરિંગ સેન્ટર ૮૭ વિધાનસભા, વિસાવદર, પેટા ચૂંટણી માટે કાર્યરત છે જ્યાં ૨૪ કલાક સ્ટાફ દ્વારા ટેલિવિઝન ચેનલોમાં પ્રસારિત પેઈડ ન્યૂઝ અને જાહેરખબરોનું કડક નિરીક્ષણ કરવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જુનાગઢ