જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તા.૨૮ મે એ ડિજીટલ હોર્ટીકલ્ચર વિષય પર નેશનલ કોન્ફરન્સ યોજાશે.

જૂનાગઢઃ

જૂનાગઢ એ.એસ.એમ. ફાઉન્ડેશન ન્યુ દિલ્હી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સયુક્ત ઉપક્રમે તા.૨૮ થી ૩૧ મે દરમિયાન “પેરાડીજીમ એન્ડ ડાયનેમિક્સ ઓફ ડીજીટલ હોર્ટીકલ્ચર ફોર ફુડ, ન્યુટ્રિશન એન્ડ એંટ્રેપ્રિન્યુયરશીપ” વિષય પર એક નેશનલ કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં આઇ.સી.એ. આરના વૈજ્ઞાનિકઓ, દેશની જુદા-જુદા રાજ્યોની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતીશ્રીઓ પ્રધ્યાપકશ્રી-વૈજ્ઞાનિકઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનુ ઉદ્ઘાટન સત્ર આવતીકાલ તા.૨૮ મેના રોજ સવારે ૯ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતી શ્રી ડૉ. વી.પી. ચોવટીયાના આધ્યક્ષ સ્થાને યોજાશે. ઉદધાટન સમારંભમાં ડૉ. સંજય કુમાર, ચેરમેન ARSB , કૃષિ અને કિશાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર મુખ્ય અતિથી તરીકે હાજર રહેશે. કોન્ફરન્સના ઉદધાટન સમારંભ દરમ્યાન ગેસ્ટ ઓફ હોનર ડૉ. અશોક દલવાઇ, IAS ભુતપુર્વ ચેરમેન, NRAA, ન્યુ દિલ્હી ડૉ. ઉધમ સિંઘ ગૌતમ, DDG, ICAR, ન્યુ દિલ્હી પણ હાજર રહેશે.

આ કોન્ફરન્સમાં અતિમસિંઘ મેમોરિયલ ફાઉન્ડેશન તેમજ કોન્ફીડરેશન ઓફ હોર્ટીકલ્ચર એસોસીયેશન ઓફ ઇન્ડીયાના ચેરમેન ડૉ. એચ.પી. સિંઘ ઉપસ્થિત રહી સમગ્ર કોન્ફરન્સમાં મુખ્ય ભુમિકામાં રહેશે. સમગ્ર વિશ્વમાં બાગાયતી પાકોનો વ્યાપ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે બાગાયતી પાકોમાં આવતી સમસ્યાઓ ખાસ કરીને જળવાયુ પરીવર્તન, ઉત્પાદન, ગુણવત્તા, ભાવ વગેરે સામે ટકવા માટે વિચાર વિમર્શ કરવાની ખાસ જરૂરીયાત છે. જેથી કોન્ફરન્સ દરમિયાન સમગ્ર દેશમાંથી આવનાર અધ્યાપકો અને વૈજ્ઞાનીકશ્રીઓ ડિજીટલ હોર્ટીકલ્ચરને લગતા જૂદા-જૂદા વિષયમાં ચર્ચા વિચારણા કરશે. અને પોતાના મંત્વયો રજૂ કરશે. કોન્ફરન્સ ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ માટે નવિનતમ ટેકનોલોજીની જાણકારી આપી તેમના જ્ઞાનમાં વધારો કરશે. કોન્ફરન્સના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી અને આચાર્ય તથા ડિન ડૉ. ડિ.કે.વરૂ બાગાયત મહાવિદ્યાલયે આ સંદર્ભે જાણકારી આપી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)