જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી નો વીસમો પદવીદાન સમારંભ તા.૨૦/ ૧/ ૨૦૨૫ના રોજ બપોરે ૧૧:૦૦ કલાકે સરદાર પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાનાર છે.
આ સમારંભનું પ્રમુખ સ્થાન રાજ્યપાલશ્રી અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિશ્રી, આચાર્ય દેવવ્રત શોભાવશે. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે શ્રી રાઘવજીભાઈ પટેલ મંત્રીશ્રી,કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર ઉપસ્થિત રહેશે. તેમજ પ્રો. સુકાંતા કુમાર સેનાપતી, કુલપતિશ્રી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે.
આ દિક્ષાંત સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી- બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-૫૮૮ વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીના વરદહસ્તે પદવીઓ એનાયત કરાશે. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ- ૬૭ ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તથા ૦૧ (એક) કેશપ્રાઇઝ રાજ્યપાલશ્રીના હસ્તે આપવામાં આવશે.
આ કાર્યક્રમ કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટિયા ના વડપણ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર છે.ડો.વાય.એચ.ઘેલાણી, કુલસચિવશ્રી, અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપક અને વડાશ્રીઓ તથા જૂ.કૃ.યુ. જૂનાગઢનાં અન્ય અધિકારીશ્રી /કર્મચારીશ્રીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહયા છે. આ દીક્ષાંત સમારંભનુ જીવંત પ્રસારણ jau.in/live/ પરથી જોઈ શકાશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)