
જૂનાગઢ, 25 એપ્રિલ 2025 – જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ-2025 ઋતુમાં વાવેતર માટે મગફળી GJG-32 સર્ટિફાઈડ/ટ્રુથફૂલ બિયારણનું વેચાણ 30 એપ્રિલ 2025 થી શરૂ કરવામાં આવશે. આ બિયારણ સીડ હબ ગોડાઉન, ગેટ નંબર-૩, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી માં સવારના 08:30 થી 12:00 કલાક અને બપોરના 03:00 થી 05:30 કલાક સુધી ઉપલબ્ધ રહેશે.
મગફળી GJG-32 માટે સબસીડી માટે ૨ હેક્ટર સુધીનો જથ્થો ઉપલબ્ધ રહેશે, જેમાં ૧૦ બેગ (૩૦૦ કિગ્રા) બિયારણ આપવામાં આવશે. સબસીડી સહાય માટે યોગ્ય પુરાવા જેવી કે આધારકાર્ડ, **જમીનનો ૮ (અ)**નો તાજો અસલ દાખલો, બેંક પાસબુક (અરજદારનો ખાતા નંબર અને IFSC કોડ સાથે) અથવા કેનસલ ચેક સાથે રજૂ કરવાનું રહેશે.
મૂલ્ય:
- સર્ટિફાઈડ બિયારણ: ₹3000/- પ્રતિ બેગ (30 કિગ્રા)
સબસીડી બાદ: ₹1800/- - ટ્રુથફૂલ બિયારણ: ₹1800/- પ્રતિ બેગ (25 કિગ્રા)
સબસીડી સહાય ઉપલબ્ધ નથી.
વિશેષ નોંધ:
- સબસીડી માટે અનુકૂળ પાત્ર ખેડૂતો માટે જ સબસીડી મળશે.
- વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ના ફોન 0285-2675070 અથવા 0285-2672080-90 PBX 450 પર સંપર્ક કરી શકાય છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ