જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક સંવર્ગના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના લાભો મંજૂર થતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું.

જૂનાગઢ

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના શૈક્ષણિક સંવર્ગને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સી.એ.એસ.) અંતર્ગત પ્રમોશનના લાભો મંજૂર કરવામાં આવ્યા છે. તેને લઈને આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્યાપક મંડળ દ્વારા રોજ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટીયાના હસ્તે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ સમારંભમાં જે.ડી.સી.સી. બેંકનાં ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, અગ્રણી શ્રી પુનિતભાઈ શર્મા, કુલસચિવ શ્રી ડૉ. વાય.એચ.ઘેલાણી, સંશોધન નિયામકશ્રી ડૉ.આર.બી.માદરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એન.બી.જાદવ તેમજ કૃષિ યુનિવર્સિટી શૈક્ષણિક સંવર્ગના શિક્ષકશ્રીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે અધ્યાપક મંડળનાં પ્રમુખ ડૉ. ડી.એસ. કેલૈયાએ આભાર વિધી કરી હતી, તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.વી.પી.ચોવટીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)