જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

જૂનાગઢ, તા.૦૪ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.વી.પી.ચોવટીયાની પ્રેરણાથી કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ, અસ્પી કૃષિ મહાવિદ્યાલય, ખાપટની રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના માર્ગદર્શન હેઠળ મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો ઉદ્ઘાટન સમરોહ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી. ચોવટીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે જીવનપ્રકાશ વોલ્યુન્ટરી બ્લડ બેન્ડના ડિરેક્ટર અને જૂનાગઢના અગ્રણી પેથોલોજીસ્ટ ડો.જી.કે.ગજેરા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ આ રક્તદાન કેમ્પમાં અંદાજે ૨૬૭ જેટલા ૨કતદાતાઓએ રકતદાન કરીને ઉમદા ફરજ બજાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કૃષિ મહાવિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગના સહ પ્રાધ્યાપક ડો.એમ.કે.ઘેલાણીએ આર્થિક સહયોગ પૂરો પાડયો હતો. આ ઉપરાંત રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.જે.આર.તળાવીયા, શ્રી ડો.એચ.વી. સોલંકી, મદદનીશ કુલસચિવ ડો.બી.વી. પટોળીયા, ડો.એસ.વી.ઊંઘાડ વગેરે કર્મગીઓએ જહેમત ઉઠાવી હતી.


આ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો.એ.જી.પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ, કુલસચિવ ડો.વાય.એચ.ઘેલાણી, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ શ્રી ડો.આર.એમ.સોલંકી, કૃષિ મહાવિદ્યાલય જુનાગઢના આચાર્ય અને ડીન ડો.જે.બી. પટેલ, બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી ડો.ડી.કે.વરુ, કૃષિ ઈજનેરી અને ટેકનિકલ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો.એચ.કે.રાંક, અસ્પિ કૃષિ મહાવિદ્યાલય, ખાપટના આચાર્યશ્રી ડો.એચ.આર.વદર, પીજીઆઈ એબીએમના આચાર્ય ડો.સી.ડી.લખલાણી, વિવિધ વિભાગના વિભાગીય વડાઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ