જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની એન્જિનિયરીગ કોલેજની લેબોરેટરીમાં દિપડો ઘુસી જતા અફડાતફડી મચી ગઈ હતી.

જૂનાગઢ

જૂનાગઢ શહેરમાં આવેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘુસી જતાં દરવાજા બંધ કરી તુરંત વન વિભાગને જાણ કરતા વન વિભાગનાં અધિકારીશ્રી વેટરનરી ડોકટર કડીવાર સહીતની ટીમ કૃષિ યુનિવર્સીટી કેમ્પસમાં પહોંચી, દીપડાને ટ્રાન્કવીલાઈઝ કરી બેભાન કરી પકડી લેવામાં આવ્યો હતો. અને સકકરબાગ ઝુમાં ખસેડવામાં આવેલ છે કૃષિ યુની. કેમ્પસમાં અગાઉ પણ દીપડા ચડી આવવાનાં બનાવ બનેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)