જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર બુટલેગરો પાસા કાયદા હેઠળ અટક – અમદાવાદ, વડોદરા તથા સુરત સેન્ટ્રલ જેલમાં ધડેલતી.

જૂનાગઢ શહેરમાં દેશી/વિદેશી દારૂના ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલ પંચેશ્વર, ગાંધીગ્રામ અને દોલતપરા વિસ્તારના કુલ ચાર બુટલેગરોને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાસા કાયદા (Prevention of Anti-Social Activities Act) હેઠળ કડક કાર્યવાહી કરી અટકાયત કરી છે. આ તમામ બુટલેગરોને જુદા જુદા સેન્ટ્રલ જેલોમાં હવાલે કરવામાં આવ્યા છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ, પ્રોહીબીશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા તથા કાયદો-વ્યવસ્થા જાળવવા ખાસ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરાઈ.

પાસા હેઠળ અટકાયતી બુટલેગરો :
૧) રામ રૂડાભાઇ કરમટા, ઉંમર ૨૩, રહે. સંજયનગર, ગ્રોફેડ મીલ પાસે, નકલંકપરા, જૂનાગઢ
૨) હરદાસ ભુપતભાઇ વંશ, ઉંમર ૪૫, રહે. દોલતપરા, જી.આઇ.ડી.સી.-૨, વોકળાના પુલ પાસે, જૂનાગઢ
૩) અમરાભાઇ સાજણભાઇ કોડીયાતર, ઉંમર ૩૩, રહે. પંચેશ્વર વિસ્તાર, આવળ માતાનાં મંદિર પાસે, જૂનાગઢ
૪) બાવન ભુપતભાઇ વંશ, ઉંમર ૪૫, રહે. દોલતપરા, જી.આઇ.ડી.સી. વિસ્તાર, વોકળાના કાંઠે, જૂનાગઢ

જેલ હવાલે વિગતો :

  • આરોપી નં.૧ (રામ કરમટા) – વડોદરા સેન્ટ્રલ જેલ

  • આરોપી નં.૨ (હરદાસ વંશ) – સુરત લાજપોર સેન્ટ્રલ જેલ

  • આરોપી નં.૩ (અમરાભાઇ કોડીયાતર) – વડોદરા સેન્ટ્રલ જેલ

  • આરોપી નં.૪ (બાવન વંશ) – અમદાવાદ સેન્ટ્રલ જેલ

કાર્યवाहीમાં જોડાયેલ અધિકારીઓ / સ્ટાફ :
ક્રાઇમ બ્રાન્ચના પો.ઈન્સ. જે.જે. પટેલ, એ ડિવિઝન પો.સ્ટે.ના પો.ઈન્સ. આર.કે. પરમાર, સી ડિવિઝન પો.સ્ટે.ના પો.ઈન્સ. વી.જે. સાવજ, પો.સબ ઈન્સ. ડી.કે. ઝાલા, ડી.કે. સરવૈયા, પી.કે. ગઢવી, એ.એસ.આઈ. નિકુલ એમ. પટેલ, પો.હેડ કોન્સ. જીતેષ એચ. મારૂ, વનરાજસિંહ ચુડાસમા, પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, ભુપતસિંહ સિસોદીયા, અનીલભાઈ જમોડ તેમજ એ ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરીથી આ સફળતા મળી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ