જૂનાગઢ-ખડીયા રોડની પૂરજોશમાં કરાતી મરામત કામગીરી.માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી મશીન અને મેટલિંગથી રસ્તાને કરાતો સમથળ.

જૂનાગઢ

ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જૂનાગઢથી ખડીયાને જોડતા રોડને મરામત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ભારે વરસાદના પગલે થયેલા ભૂવાઓને બુરીને રસ્તાને સમથળ કરવામાં આવી રહ્યો છે.

આ રસ્તાનું મરામત કાર્ય જેસીબી મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે, રસ્તાને સમથળ કરવા માટે જરૂર જણાય ત્યાં મેટલિંગ પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ, લોકોને કામચલાઉ ધોરણે રાહત મળી રહે તે માટે જરૂરી કામગીરી માર્ગ અને મકાન વિભાગ- જૂનાગઢ દ્વારા કરવામાં આવી રહી છે.

ઉપરાંત વરસાદ બંધ થતાં વહેલી તકે આ રસ્તા પર ખરાબ સપાટી પર ડામર પેવર પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા ૧૦ કિ.મી.ના જૂનાગઢ -ખડીયા માર્ગને ફોર ટ્રેક એટલે કે ચાર માર્ગીય બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જે મંજૂરીઓ મેળવ્યા બાદ આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)