જૂનાગઢ ખાતે ઉર્ષ મેળા નિમિત્તે સ્ટોલ માટે જુમલે ઉધડ ભાડાથી આપવા માટેની થશે જાહેર હરાજી.

જૂનાગઢ

જૂનાગઢ ખાતે આવેલા ઉપલા અને નીચલા દાતારના આગામી ઉર્ષના મેળાની ઉજવણી તારીખ ૧૩/૦૯/૨૦૨૪થી ૧૭/૦૯/૨૦૨૪ સુધી મુસ્લીમ તારીખ મુજબ થનાર છે ત્યારે નીચલા દાતાર પાસે આવેલા દાતાર ટ્રસ્ટની માલિકીની ઉર્ષ મેળાની રિઝર્વ ખુલ્લી જમીન સને-૨૦૨૪ના ઉર્ષ મેળા નિમિત્તેના સ્ટોલ માટે જુમલે ઉધડ ભાડાથી આપવા માટેની જાહેર હરરાજી તા.૦૪/૦૯/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨-કલાકે મામલતદાર કચેરી જૂનાગઢ(શહેર) ખાતે રાખવામાં આવેલ છે. તો હરરાજીમાં રસ ધરાવનાર ઈસમોએ હાજર રહેવા જાણ કરવામાં આવે છે. હરરાજીમાં ભાગ લેનાર વ્યક્તિએ ડિપોઝિટ પેટે ૧૪,૦૦૦ની રકમ જમા કરવાની રહેશે તેમજ હરરાજી માટે જગ્યાની અપસેટ કિંમત રૂા. ૧,૪૦,૦૦૦ નક્કી કરવામાં આવેલ છે. જે ધ્યાને લઈ બોલી લગાવવાની રહેશે તેમજ હરરાજીની અન્ય શરતો હરાજી શરૂ થતા પહેલા વાંચી સંભળાવવામાં આવશે તે તમામને બંધન કરતા રહેશે. તેમ મામલતદાર કચેરી જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)