શ્રાવણ માસે ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિક પરંપરાનું દ્રષ્ટાંતરૂપ તહેવાર “શ્રાવણી બળેવ” દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમ અને બ્રાહ્મણ ધર્મઅનુસૂારી સંસ્કારો સાથે ઊંડો સંબંધ ધરાવે છે. જૂનાગઢ શહેરમાં વસવાટ કરતા ભુદેવ પરિવારો માટે આ પવિત્ર અવસરે ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ, જૂનાગઢ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મંડળના પ્રમુખ શ્રી વિરેન્દ્ર જોશીએ યાદી દ્વારા જણાવ્યુ હતું કે, દર વર્ષે રિવાજ પ્રમાણે, યજ્ઞોપવીત ધારણ (જનોઈ બદલવાની વિધિ) માટે રક્ષાબંધનના દિવસે, તા. ૯ ઓગસ્ટ ૨૦૨૫, શનિવારના રોજ, સવારે ૦૭:૩૦ કલાકે, દામોદરકુંડ પાસે આવેલા ખાખચોક ખાતે આ ધાર્મિક વિધિ યોજાશે. કાર્યક્રમ ખાસ કરીને જૂનાગઢમાં વસવાટ કરતા તમામ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભુદેવ પરિવારોને ધ્યાને લઈ રચવામાં આવ્યો છે.
યજ્ઞોપવીત વિધિ બ્રાહ્મણ સંસ્કૃતિમાં જીવનના અગત્યના સંસ્કારોથી એક ગણાય છે. આ વિધિ દ્વારા વ્યક્તિ ફરીથી આધ્યાત્મિક દિશામાં પ્રવેશ કરે છે અને જીવનમાં બ્રહ્મચર્યના માર્ગે આગળ વધવાનો સંકલ્પ લે છે. આવા પવિત્ર અવસરને સમાજના સઘન સહયોગથી સમાજોઉપયોગી બનાવવાની પરંપરા પણ વર્ષોથી મંડળ નિભાવતું આવ્યું છે.
મંડળ દ્વારા વ્યવસ્થા સુચારૂ રહે તે હેતુથી, આગામી તા. ૨૭ જુલાઈથી ૫ ઓગસ્ટ ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન, ભાગ લેનાર તમામ ભુદેવ પરિવારના સભ્યોએ પોતાની નામ નોંધણી ફરજિયાત રીતે કરાવવી અનિવાર્ય રહેશે.
નામ નોંધાવવા માટે નીચે આપેલા મંડળના જવાબદાર સભ્યોનો સંપર્ક કરવામાં આવી શકે છે:
📞 શ્રી વિરેન્દ્ર જોશી – 98989 66883
📞 શ્રી વિપુલભાઈ ભટ્ટ – 74053 41460
📞 શ્રી જીજ્ઞેશભાઈ પંડ્યા – 97271 55586
મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમને સરળ અને સ્નેહસભર બનાવવામાં સંપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્નાન, સંકલ્પ, હવન, અને યજ્ઞોપવીત વિધિ પછી, ભાવિ પેઢી માટે સંસ્કારનો સંચાર થાય તે માટે સત્સંગ અને સરળ ભાષામાં ધાર્મિક માર્ગદર્શન પણ આપવામાં આવશે.
ટ્રસ્ટ તરફથી સર્વે ભુદેવભાઈઓને સમયસર પહોંચવાની વિનંતી કરવામાં આવી છે, જેથી યજ્ઞોપવીત વિધિ સમયસર અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ શકે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ