જૂનાગઢ
આ વર્ષે ગણેશ ચતુર્થી પર સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે રવિ યોગ અને બ્રહ્મ યોગ બની રહ્યો છે. ત્યારે જૂનાગઢ ખાતે ગિરનારી ગણેશનુ સ્થાપન કરવામા આવેલ .સમગ્ર જુનાગઢ ના ભાવિકો માટે ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા દ્વારા આ ગણેશ મહોત્સવ નું વિશાળ આયોજન ઝાંસીની રાણી ના સ્ટેચ્યુ પાસે કરવામાં આવેલ છે. જેમાં આજે સવારે 11:30 કલાકે વાજતે-ગાજતે સ્થાપન કરીને પૂજનવિધિમાં અનુસૂચિત જાતિના સ્મશાન ખાતેના સફાઇ કામદાર શ્રી મોહનભાઈ ઝાલા તથા તેમના ધર્મપત્ની સાથે જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા તથા લોકસાહિત્યકારશ્રી રાજભા ગઢવી આ ત્રણેય દંપતી દ્વારા ગણપતિ દાદા નું પૂજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વાતાવરણમાં સામાજીક સમરસતા પ્રગટી હતી.
તારીખ 7 થી 11 સપ્ટેમ્બર સુધી આ અનોખા ગણપતિ મહોત્સવમાં રોજ સવારે 8:00 કલાકે દાદાની પૂજા થશે . ત્યારબાદ સાંજે 8:00 કલાકે મહાઆરતી થશે જેનો લાભ લેવા સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રિત કરાયેલ છે.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, જુનાગઢના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ , વિવિધ સંકલ્પનું પણ સર્જનાત્મક આયોજન કરેલ છે, આ અવસરનો લાભ પ્રાપ્ત કરી ગિરનારી ગણેશના દર્શન અને પ્રસાદ માટે પધારવા ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા દ્વરા નિમત્રંણ આપવામાં આવેલ છે.
અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)