જૂનાગઢ ખાતે ડૉ.સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજમાં યોગ શિબિરનું આયોજન

જૂનાગઢ

ડો. સુભાષ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે તા. ૨૧-૦૬-૨૦૨૪ ના રોજ વહેલી સવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો. બલરામ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે યોગ માણસના જીવનમાં આ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણી માનસિક અને શારીરિક વ્યાધિનો ઉપાય યોગમાં જ છે.

ડૉ.ચેતનાબેન ચુડાસમા અને પ્રો.અમીબેન નાણાવટી એ યોગ વિશે પ્રવચન સાથે, ડેમોસ્ટ્રેશન બતાવી તમામ વિદ્યાર્થીની બહેનોને યોગના આસનોથી પરિચિત કરાવ્યા હતા યોગદિવસ યોજવા બદલ કોલેજના ટ્રસ્ટી અને ધારાસભ્યશ્રી જવાહરભાઈ ચાવડા અને મિતાબેન ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.આ યોગ શિબિરનું સુચારૂ સંચાલન ડો.નરેશ સોલંકીએ કર્યું હતું.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)