જૂનાગઢ ખાતે પર્વતારોહણ તાલીમ કેન્દ્રના શિબિરાર્થીઓ ને એડવેન્ચર કોર્સ તથા બેઝીક કોર્ષના પ્રમાણપત્રો અર્પણ કરાયા

જુનાગઢ:

જૂનાગઢ રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સ તા.૧૦-૫-૨૦૨૪ થી તા.૧૬-૦૫-૨૦૨૪ તથા બેઝીક કોર્ષ તા. ૦૭-૦૫-૨૦૨૪ થી તા.૧૬-૦૫-૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં કુલ ૧૧૦ જેટલા ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની તાલીમ લીધી હતી.

આ કાર્યક્રમ માં મહાનુભાવો એ પોતાના બહુમૂલ્ય મંતવ્યો આપ્યા હતા..

આજે સમાપન કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા, આસિસ્ટન્ટ મેનેજર ખ્યાતિ દોશી, સવાણી હેરીટેઝ કન્ઝર્વેશન પ્રા.લી. ઉપરકોટના આસિસ્ટન્ટ મેનેજર રોહિત શુક્લા, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના પૂર્વ પ્રન્સીપાલ કે.પી. રાજપૂત, પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

 

કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઉપેન્દ્રસિંહ રાઠોડ ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જએ આપી હતી.

એડવેન્ચર કોર્સના શિબિરાર્થીઓએ સાંસ્કૃત્તિક કૃતી રજૂ કરી હતી. માનદ્દ ઈન્સ્ટ્રક્ટ રવિ પરમાર દ્વારા એડવેન્ચર કોર્સના શિબિરાર્થી ઓને અભ્યાસ માટેની સ્ટેશનરી વિના મૂલ્યે આપી હતી. પ્રાસંગિક ઉદ્ભોદનમાં કે.પી. રાજપૂત એ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ વક્ષોને વાવી ઉછેરવા અપીલ કરી હતી.

ખ્યાતિ દોશીએ આ શિબિરો થકી જીવનમાં જે તે વાતાવરણ ને અનુકૂળ થવા વિદ્યાથીઓને પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ એન.ડી.વાળાએ કેમ્પના બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે, આવી પ્રવૃતિ કરવાથી સાહસિકતા તથા નેતૃત્વ ના ગુણોનો વિકાસ થાય છે તથા આવી સાહસિક પ્રવૃતિ કરવાથી માનસિક મનોબળ મજબુત થાય છે અને રમત ગમત, સાંસ્કૃતિક, લલિતકલા ક્ષેત્રે પણ જોડાવા અનુરોધ કર્યો હતો. શિબિરાર્થીઓ દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય પણ વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર ભરતસિંહ પરમારે કરી હતી. કાર્યક્રમનું સંચાલન બેઝિક કોર્સના શિબિરાર્થી ધકાણ રાજલ, સિહોરા જલ્પાએ કર્યું હતું.

આ એડવેન્ચર કોર્ષમાં ભરતસિંહ પરમાર, ઠુંમ્મર ચંદુભાઈ, પરમાર દશરથ, પરેશ રાઠોડ પાટણ, દવે જીયા, મોઢેરા મનકુમાર, પરમાર રવિકુમાર બરવાળા, બાંભણીયા ધનરાજ દેલવાડા, મારવાડીયા રીંકુ, તથા અંબર વિષ્ણું, મ્યાત્રા પ્રિયા વાડાસડા, રાવલ માર્ગી, દવે નેન્સી, બેઝીક કોર્ષમાં માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)