જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અનાજ કીટ વિતરણ કરાઈ

જૂનાગઢ
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, જૂનાગઢ જીલ્લો, મહાનગર, મહિલા પાંખ, યુવા પાંખનાં સંયુક્ત ઉપક્રમે અને શ્રી જમનબાપા (શ્રી હરિહર અન્નક્ષેત્ર મોરબી વાળાના) ના સહયોગથી જરૂરિયાત મંદ પરિવારજનો માટે હરીહર અન્નપૂર્ણા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, દીપાંજલિ સોસાયટી, ટીંબાવાડી, જુનાગઢ ખાતે તા.૦૯/૦૬/૨૪ ને રવિવારે સાંજે ૬:૩૦ કલાક આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કુલ ૧૦૦ કીટનું વિતરણ કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં જુનાગઢના ગણમાન્ય લોકો અને જાહેર જનતા સહીત કુલ ૨૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢમાં”સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, જૂનાગઢ અને શ્રી જમનબાપા (શ્રી હરિહર અન્નક્ષેત્ર મોરબી) ના સહયોગથી અન્નપુર્ણા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન ”

આ કાર્યક્મમાં શ્રી જમન બાપા (શ્રી હરિહર અન્નક્ષેત્ર, મોરબી), સૌ. ક. સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ ના પ્રમુખશ્રી પ્રફુલભાઈ ત્રિવેદી, શ્રી કિરણભાઈ પુરોહિત મહામંત્રી, નરેન્દ્ર પ્રસાદ સ્વામી અને હરિચંદ્ર શાસ્ત્રી સ્વામી, લોએજ સ્વામિનારાયણ મંદિર, નાગભાઈ વાળા ગાયત્રી મંદિર જૂનાગઢ, આશિષભાઈ રાવલ, શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, કનકબેન વ્યાસ,મહિલા પાંખ પ્રમુખ, મેહુલભાઈ દવે,સૌ.ક. બ્રહ્મ સમાજ મહાનગર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અને અલ્પાહાર ની વ્યવસ્થા શ્રી પંકજભાઈ ત્રિવેદીએ કરેલ હતી.આ કાર્યક્રમનું સંચાલન રવીભાઈ ઠાકર, સૌ.ક.સ.બ્રહ્મ સમાજ યુવા પાંખના પ્રમુખે કરેલું હતું.

અહેવાલ -નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)