જૂનાગઢ ખાતે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

જૂનાગઢ

દર વર્ષે ૨૧ જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ૨૧/૬/૨૦૨૪ ના રોજ મહાનગરપાલિકા, જિલ્લા,તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, શાળા-કોલેજો અને સંસ્થાઓ વગેરે કેન્દ્ર પર ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવાનું રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે અંર્તગત જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ ઉપરકોટ કિલ્લો જૂનાગઢ અને જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બહાઉદ્દિન કોલેજ, જૂનાગઢ ખાતે તા.૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ વૈશ્વિક ઉજવણી છે, જે શારીરિક અને માનસિક પ્રોત્સાહન આપવા માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે. જેથી જૂનાગઢના દરેક નાગરીકો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જોડાઈ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થય ને મજબૂત બનાવે તે હેતુથી જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા એક અખબારી યાદીમાં નિમંત્રણ પાઠવવામાં આવે છે.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)