જૂનાગઢ ખાતે ICDS દ્વારા બાલક પાલક કાર્યક્રમ ની બે દિવસીય ઉજવણી કરવામાં આવી…

જૂનાગઢ ખાતે ICDS દ્વારા બાલક પાલક કાર્યક્રમ ની બે દિવસીય ઉજવણી કરવામાં આવી…

જૂનાગઢઃ

જૂનાગઢ મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્ર ખાતે સરકાર શ્રી ની સૂચના મુજબ તા. 21 અને 22 મે,2024 બે દિવસથી બાલકપાલક સર્જન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં નોંધાયેલા ત્રણ થી છ વર્ષના બાળકોના વાલીઓ તેમજ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બે થી ત્રણ વર્ષના બાળકના વાલીઓને આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે માહિતી આપવામાં આવેલ છે.

 

આ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા તેમજ તાલુકા લેવલે પણ કરવામાં આવેલ હતો…

જેમાં બાળકો નો શારીરિક માનસિક સામાજિક અને બૌદ્ધિક વિકાસ થાય એવી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રંગકામ, ચિટક કામ, ફાડ કા, મણકા પરોવવા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીમાં બાળકોની સંખ્યા વધે અને બાળકો નિયમિત આંગણવાડીમાં આવતા થાય એ માટેનો છે.

 

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)