જૂનાગઢ ગિરનારી ગ્રુપ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં ધુળેટી પર્વની અનોખી ઉજવણી

👉 જૂનાગઢ, તા. 13:
ગિરનારી ગ્રુપ દ્વારા ધુળેટી પર્વની અનોખી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપના સમીર દત્તાણી અને સંજય બુહેચા દ્વારા આપવામાં આવેલી સંયુક્ત યાદીમાં જણાવાયું કે જૂનાગઢ શહેરના ઝુપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને કિટ વિતરણ અને પર્વની ઉજવણી કરવામાં આવી.

➡️ વિતરણમાં આપવામાં આવેલી કિટમાં સામગ્રી:
🍚 ધાણી, દાળિયા, મમરા, ખજૂર
🍬 પતાશા, પફ, આઈસ્ક્રીમ
🎯 પિચકારી અને કલર
🛒 કુલ 15 જેટલી આવશ્યક વસ્તુઓની કરિયાણાની કિટ આપવામાં આવી

➡️ વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ:
🎯 માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ
🎯 જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પી.બી. ઉનડકટ
🎯 સર્વોદય બ્લડ બેન્કના નવીનભાઈ આચાર્ય
🎯 કમલેશભાઈ પુરોહિત
🎯 નૌશાદભાઈ પઠાણે રૂ. 500/- રોકડમાં આપી પ્રોત્સાહિત કર્યું

➡️ બાળકો માટે ખાસ આયોજન:
🌸 બાળકોને ધુળેટી પર્વની ઉજવણી વિશે સમીરભાઈ દવે અને કીર્તિભાઈ પોપટ દ્વારા માર્ગદર્શન
🌺 હોલિકા પર્વના મહિમા અને આરોગ્યની સલામતી માટેની સમજણ આપી
🌼 તીલક હોળી રમવામાં આવી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું

➡️ ગિરનારી ગ્રુપના સેવાભાવી સભ્યો:
🙏 યાત્રિકભાઈ ભટ્ટ, ભરતભાઈ સંપટ, અક્ષિતભાઈ કુબાવત, ચિરાગભાઈ કોરડે, કીરીટભાઈ તન્ના, શુભભાઈ વાઢીયા, દિલીપભાઈ દેવાણી, બિપીનભાઈ ઠકરાર, સુધીરભાઈ અઢિયા, મોહનભાઈ ચુડાસમા
🙏 મનોજભાઈ રાજપરા, ધવલભાઈ ચુડાસમા, સંદીપભાઈ, હિતેશભાઈ રાજપરા, સુધીરભાઈ રાજા, મનીષભાઈ રાજા, પરાગભાઈ ભુપ્તા, હાર્દિકભાઈ ઠકરાર, ગીરીશભાઈ પબારી, જીલુભાઈ ડાંગર, સંદીપભાઈ ધોરડે

➡️ આરોગ્ય સલાહ:
👨‍⚕️ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. રવિ ઝાપડીયા ખાસ ઉપસ્થિત રહ્યા અને આરોગ્ય અંગેની સલાહ આપી

➡️ મહેન્દ્રભાઈ મશરૂએ બિરદાવી:
👏 ગિરનારી ગ્રુપની સેવાભાવની કામગીરી અને ગરિબ પરિવારો માટે કરવામાં આવેલી મદદને મહેન્દ્રભાઈ મશરૂએ બિરદાવી અને ગ્રુપને શુભેચ્છા પાઠવી

📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ