જૂનાગઢ ગિરનારી ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ નિમિતે બાળકો માટે સ્પર્ધાઓનું ભવ્ય આયોજન.

જૂનાગઢ શહેરમાં કાર્યરત સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દર વર્ષે ધામધૂમથી ઉજવાતા ગણપતિ મહોત્સવને અનોખી છાપ આપે છે. આ વર્ષે પણ ગ્રુપ દ્વારા બાળકો માટે વિવિધ સર્જનાત્મક અને મનોરંજક સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી અને સંજય બુહેચાની સંયુક્ત યાદી અનુસાર, કાર્યક્રમ આવનાર ૩૧ ઓગસ્ટ, રવિવારના રોજ સવારે 9:30 વાગ્યાથી ભવનાથ રોડ પર સ્થિત ગાયત્રી મંદિર ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં બાળકો માટે ખાસ સ્પર્ધાઓ રાખવામાં આવી છે જેમાં —

  • દેડકા દોડ

  • સંગીત ખુરશી

  • લીંબુ ચમચી સ્પર્ધા

  • માટીમાંથી ગણપતિ બનાવવાની સ્પર્ધા

  • જનરલ નોલેજ (ધાર્મિક પ્રશ્નો)

  • ચેસ

જેવી વિવિધ કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ શામેલ છે. 7 થી 15 વર્ષની વયના બાળકો આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.

ગિરનારી ગ્રુપના સભ્યોનું કહેવું છે કે આ પ્રકારની સ્પર્ધાઓ માત્ર મનોરંજન પૂરતી જ નથી પરંતુ બાળકોના આત્મવિશ્વાસ, સંસ્કાર, કલા પ્રતિભા તથા સાંસ્કૃતિક પરંપરાનો વિકાસ થાય છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને સકારાત્મક મંચ પૂરો પાડવાનો છે.

સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રમાણપત્રો આપવામાં આવશે જ્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ઇનામો અને સ્મૃતિચિહ્નો એનાયત કરવામાં આવશે.

ગિરનારી ગ્રુપે માતા-પિતા તથા નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને આ કાર્યક્રમમાં જોડવા પ્રોત્સાહિત કરે અને ગણપતિ મહોત્સવની આ અનોખી ઉજવણીને સફળ બનાવે.

નોંધણી તથા વધુ માહિતી માટે સંપર્ક કરવો :

  • સમીર દત્તાણી : ૯૦૯૯૯૨૩૧૪૪

  • સંજય બુહેચા : ૯૮૨૪૨૯૦૪૮૩

  • સમીર દવે : ૯૮૨૫૪૧૭૧૮૯

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ