જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ તા.૧૬ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવી.

જૂનાગઢ

જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ-૨૦૨૫ ધો.૬ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ www.navodaya.gov.in વેબસાઇટ પર તા.૧૬-૦૯-૨૦૨૪ સુધી ઓનલાઇન અરજી (વિનામૂલ્યે) કરવી. પ્રવેશ પરીક્ષા તા.૧૮-૦૧-૨૦૨૪ના રોજ યોજાશે. અરજદારની લાયકાત- અરજદારે ફોર્મ ભરતી વખતે જૂનાગઢ જિલ્લાની સરકારી, માન્યતા પ્રાપ્ત શાળામાં ધો.૫ માં અભ્યાસ કરતા હોવા જોઇએ. વિદ્યાર્થીનો જન્મ તા.૦૧-૦૫-૨૦૧૩ થી તા.૩૧-૦૭-૨૦૧૫ (બન્ને દિવસો સહિત) થયેલો હોવો જોઇએ. ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ એ ધો. ૩, ૪ અને ૫ નો અભ્યાસક્રમ ગ્રામીણ ક્ષેત્રની શાળામાં કરેલો હોવો જોઇએ. જો ત્રણ વર્ષ દરમિયાન એક પણ દિવસ શહેરી વિસ્તારની શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેઓએ ફોર્મ ભરતી વખતે શહેરી ક્ષેત્ર લખવું જરુરી છે.

ઓનલાઇન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીની માહિતી સાથે ધો.૫ ની શાળાના આચાર્યના સહી વાળું ફોર્મેટ, વિદ્યાર્થીનો ફોટો, વિદ્યાર્થીની સહી વગેરે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. વધારે વિગતો માટે મો.નં. ૯૨૨૮૨૫૮૬૭૯, ૮૫૩૦૬૪૯૩૦૫, ફોન નં. (૦૨૮૫) ૨૬૫૪૩૦૦ (રજા સિવાયના દિવસોમાં સવારે ૯.૩૦ થી સાંજે ૫.૦૦) દરમિયાન સંપર્ક કરવો તેમ જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)