જૂનાગઢ: જાહેરમાં કચરો ફેંકતા દંડ ફટકારાયો, મનપા દ્વારા કડક કાર્યવાહી!

જૂનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકતા દંડ ફટકાવવાનો કાર્યક્રમ 16 એપ્રિલ 2025ના રોજ અમલમાં આવ્યો. જૂનાગઢના કમિશનર ડો. ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર ડી.જે. જાડેજા ની સૂચના અનુસાર, આસી કમિશનર (ટેક્સ) કલ્પેશભાઈ ટોલિયાની ટીમ દ્વારા દોલપરા એરિયા, ભવાની એસ્ટેટમાં કચરો ફેંકતા પ્લાસ્ટિકના ગઠ્ઠા બનાવતા કારખાનેદાર kgm ને ₹15,000નો દંડ વસૂલવામાં આવ્યો.

આ ઉપરાંત, ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલી ઇન્ડિયન બેંક અને આસ્થા પ્લસ કોમલેક્સમાં કચરો ફેંકતા બેન્કને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો. કુલ 40,000 રૂપિયાના દંડના મામલામાં કચરો ફેંકવાનો વિરોધ કરવામાં આવ્યો અને જૂનાગઢ શહેરના નાગરિકો અને વેપારીઓને આવેદન આપવામાં આવ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારનો કચરો જાહેરમાં ન ફેંકે, નહીંતર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

આગામી કડક કાર્યવાહી માટે મનપા દ્વારા લોકોને એક સિદ્ધાંત સાથે સાફ-સફાઈ જાળવવાની અપીલ કરવામાં આવી છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.