જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને તા. ૨૬ જાન્યુઆરીની ઉજવણીના પૂર્વ આયોજનની બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સ્વામી નારાયણ મંદિર સામેના ગ્રાઉન્ડ, નાજાપુર રોડ, મેંદરડા તાલુકા ખાતે યોજાશે. જે અન્વયે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીનાં આયોજન અંતગર્ત કલેકટર કચેરી, સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી મેંદરડા ખાતે થનાર છે. ત્યારે કલેકટરશ્રીએ ધ્વજવંદન, પરેડ, બેઠક વ્યવસ્થા, દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો, સફાઈ પાણી, સહિતની વ્યવસ્થાઓ માટે જરૂરી સૂચનાઓની સાથે માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં કલેકટરશ્રીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતગર્ત વિવિધ સરકારી ઈમારત પર રોશની કરવા, કાર્યક્રમ સ્થળે સાફ-સફાઈ, ફાયર, આરોગ્ય, પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે, સ્ટોલ પ્રદર્શનના આયોજન સહિત જરુરી પ્રાથમિક સુવિધાઓ-વ્યવસ્થાઓ થઇ શકે તે માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.એફ.ચૈાધરી,જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, જૂનાગઢ મહાનગરપાલિકાના કમીશનર શ્રી ડો.ઓમપ્રકાશ, જૂનાગઢ પ્રાંત અધિકારી શ્રી ચરણસીંહ ગોહિલ સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)