
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ હોટેલ સરોવર પોર્ટીકો તથા ધ ફર્ન લિયો રીસોર્ટ એન્ડ ક્લબ જૂનાગઢ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ ફ્રન્ટ ઓફિસ અસોસીએટ, ગેસ્ટ સર્વિસ અસોસીએટ, ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેઇની, આસી. અકાઉન્ટ મેનેજર, સેલ્સ મેનેજર, બેંક્વિટ સેલ્સ એક્ઝ્યુકેટીવ અને સેફ (રસોઇયા) (ચાઇનીસ/કોન્ટીનેન્ટલ)ની જગ્યાઓ માટે ૨૦ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ ડિપ્લોમા/ડિગ્રી ઇન હોટેલ મેનેજમેન્ટ તથા અન્ય સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૨૩/૧૨/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતી મેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)