જૂનાગઢ, 3 જૂન:
જૂનાગઢ જિલ્લાના કર્મયોગીઓના આરોગ્ય અને ભવિષ્યના હિત માટે એક નવીન પહેલ “સ્વ-હિતાર્થ થી કર્મયોગી પ્રોજેક્ટ” શરૂ કરવામાં આવ્યો છે.
આજ રોજ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં “સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત વિવિધ વિભાગો માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
કર્મયોગીઓ માટે નવીન આરોગ્ય પ્રકલ્પ:
જૂનાગઢ જિલ્લાના વર્ગ 1 થી 4 ના તમામ કર્મયોગીઓનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) ડેટા એકત્ર કરવામાં આવ્યો છે.
આંતરિક આરોગ્ય સુધારણા અને આરોગ્ય જાગૃતિ માટે જિલ્લાની દરેક કચેરી માટે નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.
અગામી આયોજન:
- ઓવરવેઈટ અને ઓબેસિટીના વિવિધ ગ્રેડ ધરાવતા કર્મયોગીઓ માટે ખાસ કેમ્પ યોજાશે.
- કેમ્પમાં નિષ્ણાંતો દ્વારા આરોગ્ય, ખોરાક નિયંત્રણ, એક્સરસાઈઝ, અને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
- ખાસ કરીને જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના તલાટી સુધીના કર્મચારીઓને પણ આ પ્રોજેક્ટમાં સામેલ કરાશે.
કલેક્ટરની સૂચનાઓ:
- અધિકારીઓ અને કર્મયોગીઓએ ખાંડ અને તેલના પ્રમાણમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો.
- દૈનિક યોગ, એક્સરસાઈઝ અને આરોગ્યપૂર્ણ જીવનશૈલી અપનાવવી.
- સર્વે અને આરોગ્ય મોનિટરિંગ દ્વારા હેલ્થ એવેરનેસને પ્રોત્સાહન આપવું.
ઉપસ્થિત અધિકારીઓ:
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, અધિક કલેક્ટર એન.એફ. ચૌધરી અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલ કર્મયોગીઓના આરોગ્યમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે જૂનાગઢ જિલ્લામાં એક મહત્વપૂર્ણ અભિયાનરૂપે હાથ ધરવામાં આવી રહી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ