જૂનાગઢ જિલ્લાના ખેડુતોએ I-KHEDUT પોર્ટલમાં કરેલ અરજીના સાધનીક કાગળો તા.૨૦ મે સુધીમાં જમા કરાવવાના રહેશે.

જૂનાગઢ બાગાયતદાર ખેડુતો માટે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે I-KHEDUT પોર્ટલ http//ikhedut.gujarat.gov.in પર તા.૧૨/૦૩/૨૦૨૪થી ૧૧-૦૫-૨૦૨૪ સુધી અરજી મંગાવવામાં આવી હતી જે બાગાયત દાર ખેડુતે વિવિધ ઘટકોમાં સહાય લેવા અરજી કરી હોઇ ,

અરજદાર તમામ ખેડૂતોએ સાધનિક કાગળો રજૂ કરી આપવા…

અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ આધારકાર્ડ નકલ બેન્ક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, જે તે ઘટક માટે બાગાયત વાવેતરની પાણી પત્રક (૧૨ નંબર)માં પાકી નોંધ, જાતિનું પ્રમાણપત્ર (અનું જાતિ), ક્વોટેશન એમ્પેનલ્ડ કંપનીનું, ટપકનો ટ્રાયલ રન રિપોર્ટ વગેરે નકલો લાભ લેવા માંગતા તમામ બાગાયતદાર ખેડુતોએ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુકૃષિભવન, નિલમબાગ, તાલુકા સેવા સદનની બાજુમાં જૂનાગઢ ખાતે તા.૨૦-૦૫-૨૦૨૪ સુધીમાં રૂબરૂ આપવાના રહેશે. વધુ માહિતી માટે (૦૨૮૫) ૨૬૩૫૦૧૯ પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)