જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં સફાઈ સુરક્ષા મિત્રો, સફાઈ કામદારો અને તેમના પરિવારજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

જૂનાગઢ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મીઓનું આરોગ્ય પણ સુનિશ્ચિત કરવાના નિર્ધાર કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૪થી સ્વચ્છતા હી સેવા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ત્યારે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં ફરજ બજાવતા સફાઈ સુરક્ષા મિત્રો, સફાઈ કામદારો અને તેમના પરિવારજનોના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પમાં સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું તેમજ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)