જૂનાગઢ
એન.આઈ.ડી પોલિયો રાઉન્ડ અંતર્ગત માળિયા તાલુકામાં તમામ ગામોના ઝીરો થી પાંચ વર્ષના બાળકોને બૂથ પર પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા .જેમાં જૂનાગઢ જીલ્લા પંચાયત સિંચાઈ -સહકાર-ખેતીવાડી પશુપાલન સમિતિના બન્યા ચેરમેન ઠાકરશીભાઈ જાવીયા, ડો.પીઠવા સહિતના પદાઅધિકારીઓ ગ્રામ આગેવાનો સમાજસેવકો દ્વારા બૂથ નું ઉદઘાટન કરી રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી
સાથે સાથે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, આંગણવાડી વિભાગના બહેનો દ્વારા તમામ ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ડો.સૂતરિયા અને ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી તેમજ આ કામગીરીનું સુપરવિઝન નું સતત મોનિટરિંગ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશ કછોટ દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ: -પ્રતાપ સીસોદીયા (માળીયા હાટી)