જૂનાગઢ જિલ્લાના યુવાનો માટે જિલ્લાકક્ષા યુવા ઉત્સવ સાથે વિજ્ઞાન મેળાનું આયોજન.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાકક્ષા યુવા ઉત્સવનું આયોજન જેમાં યુવાનો “વિજ્ઞાન અને ટેકનોલોજી” ક્ષેત્રે પોતાની આગવી સંશોધન શક્તિ પ્રદર્શિત કરી શકે તે હેતુ “૨૮મો નેશનલ યુથ ફેસ્ટીવલ” ની થીમ “innovation in science and technology” આધારિત યોજવામાં આવનાર છે, તે અન્વયે જૂનાગઢ જિલ્લાના વતની ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે જિલ્લાકક્ષા યુવા ઉત્સવ સાથે વિજ્ઞાન મેળાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. વિજ્ઞાન મેળાનાં આયોજન સંદર્ભે જરૂરી એવી પાયાની વસ્તુઓની (ટેબલ, ઇલેક્ટ્રિસીટી,વગેરે) સુવિધાઓ અત્રેની કચેરી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિજ્ઞાન મેળામાં એક વ્યક્તિ/ગ્રુપ (એક ગ્રુપમાં વધુમાં વધુ ૩(ત્રણ) વ્યક્તિ) ભાગ લઇ શકશે. ભાગ લેનાર સ્પર્ધક હોવો જોઈએ. જિલ્લાકક્ષાએ પ્રથમ વિજેતા થનાર સ્પર્ધકે પ્રદેશકક્ષાએ ભાગ જવાનો રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક યુવક યુવતીઓએ સાદા કાગળમાં પોતાનું પૂરું નામ/ગ્રુપનું નામ, સરનામું, શાળાનું નામ, સંપર્ક નંબર, જન્મ તારીખ, ઈ-મેલ એડ્રેસ, અભ્યાસ વગેરે બાબતો સાથે અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો, આધાર પુરાવા સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિ પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ૩૬૨૦૦૧ ખાતે તા.૧૦/૦૯/૨૦૨૪ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ મારફત મોકલવાની રહેશે તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ