જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની લુશાળા પ્રાથમિક શાળા ખાતે કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા ની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો.

જૂનાગઢ

ત્રી દિવસીય શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે વંથલી તાલુકાની લુશાળા પ્રાથમિક શાળા ખાતે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા ની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ મંચસ્થ ઉપસ્થિત મહેમાનોનું બાળકો દ્વારા પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કલેક્ટરશ્રી દ્રારા લુશાળા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી અને બાળવટિકાના કુલ ૨૨ બાળકોનો વર્ગખંડ કીટ, રમકડા, સુખડી તેમજ પુસ્કતો આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)