જૂનાગઢ જિલ્લાના સરપંચો સાથે કલેક્ટર દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ, તા. ૦૭:
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા જાતિની સમસ્યાઓ અને જન પ્રશ્નોના નિવારણ માટે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે, જૂનાગઢ તાલુકામાં કલેક્ટર કચેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૯ ગામોના ૪૩ સરપંચો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં સરપંચો૩૮ મહત્વના લોક પ્રશ્નો રજૂ કર્યા, અને કલેકટર દ્વારા આ પ્રશ્નો પર લેખિત જવાબ આપવા તથા આ મુદ્દાઓ આગામી તાલૂકા સંકલન મીટિંગમાં ચર્ચા માટે લાવવાના સૂચનો આપવામાં આવ્યા.

આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જુનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા શરૂ કરેલા આ સરપંચ સંવાદ કાર્યક્રમને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સરસ શ્રેષ્ઠ પહેલ તરીકે બિરદાવવામાં આવ્યું છે.

અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ