પુર, વાવાઝોડુ, આગ, ભુકંપ જેવી આપત્તિઓ દરમ્યાન રાખવાના તકેદારીના પગલાં અંગે સમજણ આપવામાં આવશે
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં તા. ૨૫મી જાન્યુઆરી, ૨૦૨૫ સુધી જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત ખામધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો હતો..
આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં છ દિવસ દરમ્યાન અલગ અલગ પ્રવૃતિઓમાં પુર, વાવાઝોડુ, આગ, ભુકંપ તથા અન્ય આપત્તિઓ દરમ્યાન શુ કરવુ અને શુ ન કરવુ ? તે વિશે સમજણ આપવામાં આવનાર છે.શાળા સલામતી સપ્તાહની જિલ્લા કક્ષાની ઉજવણીની શરૂઆત જૂનાગઢ તાલુકાની ખામધ્રોલ પ્રાથમિક શાળાખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ BISAGના માધ્યમથી શાળાના બાળકોએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી ડીઝાસ્ટર, TPO શ્રી તેમજ ગામ લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળા સલામતી કાર્યક્રમનું સંચાલન જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગના જિલ્લા પ્રોજેકટ અધિકારી શ્રી ક્રતુભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)