જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ દરમ્યાન પૂરની સ્થિતી સર્જાતા પોરબંદર જિલ્લાના કવલકા ગામના રહેવાસી ૬ વ્યક્તિઓ માણાવદર અને કવલકા ગામની વચ્ચે મરમઠ ગામ પાસે પાણીમાં ફસાયા.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના બાંટવા પોલીસની ટીમ દ્રારા તાત્કાલીક કેશોદ ફાયર વિભાગ તથા અન્ય વહીવટી તંત્રનો સંપર્ક કરી બોટની વ્યવસ્થા કરી ૪ કીલોમીટર સુધી ચાલીને પોતાના જીવની પરવા કર્યા વિના પાણીમાં ફસાયેલ ૬ લોકોને બોટ દ્રારા સલામત સ્થળે ખસેડી ૬ લોકોના જીવ બચાવેલ, જે ઉમદા કાર્ય બદલ

તા. ૦૪/૦૯/૨૦૨૪ ના રોજ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્રારા બાંટવા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અને પ્રશંસનીય કાર્ય કરનાર

➡️ PSI શ્રી આર.એમ.વાળા
➡️ હેડ કોન્સ. શ્રી વિક્રમસિંહ ચાવડા
➡️ પોલીસ કોન્સ. શ્રી ધર્મેશભાઇ વ્યાસ
➡️ લોકરક્ષક શ્રી અક્ષય ડાંગર

PSI સહિત ૪ પોલીસને પ્રશંશાપત્ર તથા તમામને રોકડ રકમ રૂ. ૧૦૦૦ પુરસ્કાર સ્વરૂપે આપી સન્માનીત કરવામાં આવેલ અને ભવીષ્યમાં પણ આવી જ રીતે લોકોની સેવા કરે તે માટે પ્રેરીત કરવામાં આવેલ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)