જૂનાગઢ જિલ્લામાં એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આધાર આઈડી ની જેમ ફાર્મર આઈડી

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રી તા.૧૫-૧૦-૨૦૨૪ થી શરૂ પોતાના આધર કાર્ડ, આધાર લીંક મોબાઇલ અને સર્વે નંબર(૭/૧૨ અને ૮ નકલ) દ્રારા ખેડૂત જાતે રજીસ્ટ્રેશન કરી શકશે. જે ફાર્મર આઇ.ડી. ખેડૂતના સર્વે નંબર અને આધાર કાર્ડ લીન્ક હશે.

ભારત સરકાર પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે જીલ્લાના તમામ ખેડુતોએ ૨૫ નવેમ્બર પહેલા પીએમ કિસાન લાભાર્થીએ ખેડૂત આઈ.ડી. ની નોંધણી ફરજિયાત કરવાની રહેશે. આ નોંધણી વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન થી દરેક ગ્રામ પંચાયતમાં થશે અને ખેડૂતો જાતે પણ નોંધણી કરી શકશે. જિલ્લામાં તમામ ખેડૂતોએ ખેડૂત આઈ.ડી.ની નોંધણી કરવી ફરજિયાત જેમા ખોટી નોંધણી થશે રદ આ ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી વધુ માહિતી માટે તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) તેમજ જે તે ગામના તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક નો સંપર્ક કરવા વિનંતી

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)