જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો!!

🔹 જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

🔹 ફરિયાદ નિવારણ માટે કલેક્ટર કચેરીમાં બેઠક
જૂનાગઢ, તા. ૨૭ – જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો.

🔹 અરજદારો દ્વારા ૨૬ પ્રશ્નો રજૂ
કાર્યક્રમમાં સરકારી પડતર જમીન, ગામતળ મિલકત, રિસર્વે માપણી, પૂર સંરક્ષણ દીવાલ, રોડ રિસર્ફેસિંગ, ગૌચર જમીન, જમીન સંપાદન અને દબાણ દૂર કરવાના પ્રશ્નો સહિત કુલ ૨૬ પ્રશ્નો રજૂ થયા.

🔹 તમામ પ્રશ્નોના તાત્કાલિક નિકાલની સુચના
જિલ્લા કલેક્ટરે તમામ ૨૬ પ્રશ્નોના નિવારણની કાર્યવાહી પૂર્ણ કરાવવા સૂચના આપી અને અરજદારોને ફરી ફરી ધક્કા ન ખાવા પડે તે માટે અધિકારીઓને કાર્યક્ષમતા સાથે કામગીરી કરવાનું નિર્દેશ આપ્યું.

🔹 વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિ
ઉકત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પ્રાંત અધિકારીઓ, મામતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, ડી.આઈ.એલ.આર., કાર્યપાલક ઈજનેરો તથા અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા.

🔹 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)