
જિલ્લાના રામદેવ૫રા વિસ્તારની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ આક્રમક પગલા લઇ જેલના સળીયા પાછળ ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ,જૂનાગઢજૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ ની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક ઇસમો દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી ૨ાખવા સારૂં ગે૨-કાયદેસ૨ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉ૫૨ ગુજ.સી.ટોક જેવા આક્રમક પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય. જે અન્વયે.છેલ્લા ઘણા સમયથી ૨ામદેવપ૨ા વિસ્તા૨ના રહેવાસી (૧) સલ્માન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબભાઇ વિશળએ તેના સાગરીતો જેમાં (૨) નાઝીમ હબીબભાઇ સોઢા રહે. સાંગોદ્રા, તા.તાલાળા જી. ગી૨-સોમનાથ (૩) સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહમદ બ્લોચ રહે..જુનાગઢ દોલતપરા નેમીનાથનગ૨ (૪) અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા, રહે. રામદેવપરા જુનાગઢ (૫) આમદ હુસેનભાઇ નારેજા, રહે. રામદેવ૫રા, જુનાગઢ (૬) અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજા, રહે. ૨ામદેવ૫રા જુનાગઢ (૭) અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા, ૨હે. જુનાગઢ (૮) જુસબ ઉફે કા૨ીયો તૈયબ વિસળ, રહે. દોલતપરા,જુનાગઢ (૯) સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ, રહે. દોલતપરા,જુનાગઢ વાળાઓએ સંગઠીત થઈ ગંભી૨ પ્રકારના ગુન્હાઓ આચરતી ગેંગ ઉભી કરેલ હોય. જે ગેંગ વિષે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ નાઓએ વધુ તપાસ કરતાં જે તમામ સલમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબભાઈ વિશળ ગેંગ લીડર તરીકે તથા તેની ગેંગના સભ્યો વિરૂધ્ધ ગુન્હાહીત ઇતિહાસ ચેક ક૨તાં આરોપીઓ દ્વારા ભુતકાળમાં ખુન, ખુનની કોશીષ, ચોરી, લૂંટ, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, ગેરકાયદેસ૨ અટકાયત, મારા-મા૨ી, ઈજા, ધાક ધમકી આપવાના, થિયાર ધારા, પ્રોહીબીશન, જુગા૨ સહિતના અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોકત ગુન્હાઓમા ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા પકડાયેલ આરોપી તથા તેની સાથે અન્ય ગુન્હામાં સંકળાયેલ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ મારફતે તપાસ ક૨વા સુચના કરતા ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. શ્રી જે.જે.પટેલ દ્વારા આરોપીઓની ગુન્હા પ્રવૃતિ વિષે તપાસ કરતા આ ગુન્હાહિત ટોળકીના આરોપીઓ પૈકી આરોપી (૧) સમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબભાઇ વિશળ, વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૨૫ (૨) નાઝીમ હબીબભાઇ સોઢા વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૨૧ (૩) સલમાન ઉર્ફે નીજામ ઉર્ફે ભુરો દીનમહમદ બ્લોચ વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૮ (૪) અછત ઉર્ફે મંત્રી આમદ નારેજા, વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૨૨ (૫) આમદ હુસેનભાઇ નારેજા, વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૭ (૬) અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઇ નારેજા, વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૯ (૭) અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણ સીડા, વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૧૬ (૮) જુસબ ઉદ્દે કા૨ીયો તૈયબ વિસળ, વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૨૨ (૯) સાજીદ ઉર્ફે બાડો તૈયબભાઇ વિશળ, વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૨૩ ગુન્હાઓમાં પકડાયેલ છે. આ તમામ આરોપીઓ વિરૂધ્ધમાં સને-૨૦૧૪ થી આજદિન સુધીમાં કુલ-૧૫૩ એફ.આઇ.આર. દાખલ થયેલ છે. જે પૈકી કુલ-૨૧ ગુનાઓમાં આ ગેંગના આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલ છે. આમ, આરોપી સમાન ઉર્ફે સલીયો ઉર્ફે સલીમ તૈયબભાઈ વિશળ રહે. દોલતપરા, સક્કરબાગ પાસે, રામદેવ૫૨ા, જૂનાગઢ વાળા સહિત કુલ-૯ આરોપીઓ વિરૂદ્ધ ખુન, ખુનની કોશીષ, ચોરી, લૂંટ, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, મા૨ા-મા૨ી, ઈજા, ધાક ધમકી આપવાના, હથિયા૨ ધા૨ા, પ્રોહીબીશન, જુગા૨ સહિતના ગુન્હાઓમા સંડોવાયેલ હોવાનું જણાતા, સામાન્ય લોકોને આ ગેંગના ભય અને ત્રાસમાંથી છોડાવવાના ભાગરૂપે તથા આ ગેંગ વિરૂદ્ધ ખાનગીમાં પણ જાણ્યા મુજબ અસંખ્ય ફરીયાદો હોઈ, જેઓ વિરૂદ્ધ ફરિયાદ કરવા લોકો જાહે૨માં આવતા ના હોય, આ ગેંગનાં તત્વને નાશ ક૨વાના ભાગરૂપે તમામ નવેય આરોપીઓ વિરૂદ્ધ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ (G.C.T.O.C.) એક્ટ મુજબ કાર્યવાહી કરવી જરૂરી જણાતી હોય જેથી આગમી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)